ચપટી બોર લાવતાં ને
છોકરા સમજાવતાં , દાદાજી ના
હાથનું એક બે બોર ભાગે આવતું
પણ એ બોર મીઠું ,સ્વાદિષ્ટ લાગતું,
કારણ એ પ્રેમ ભાવનાથી વીણેલું
દાદાનો પ્રેમ બોરમાં ઓળગોળ હતો
આજે કિલો બોર લાવ્યો
પણ એકે બોરનો સ્વાદ મને
મીઠો ન લાગ્યો ,
ત્યારે ભીની આંખે
ભીંત પર ટીંગાડેલ
દાદાજી ની
છબી જોતો રહ્યો !
અંશ ખીંમતવી
No comments:
Post a Comment