Sunday, 1 October 2017

ગઝલ

એ તરફ  કૈં સવાર જેવું છે,
આ તરફ અંધકાર જેવું છે.

એમ લાગે છે ,તારા અશ્રુનું -
એક્કેક બિન્દુ તુષાર જેવું છે.

તારા મનમાં કશુંક ઊગ્યાનુ,
મારા મનમાં વિચાર જેવું છે.

એક-બે નહિ,કરોડ ઈચ્છાનું -
કીડીઓની  કતાર  જેવું  છે.

સોની જેવું છે આપણું સપનું,
ઝબકી  જાવું લુહાર જેવું છે.

આ અરીસો વજૂદ એનું છે,
ક્યાં કદી આરપાર જેવું છે.

શિલ્પ જેવું ઘડાશે ભીતરમાં
કોઈ  ઊંડા  પ્રહાર  જેવું  છે

          ભરત ભટ્ટ

No comments:

Post a Comment