*કામણ*
તારું નજાકતથી નજર મિલાવવું
આછેરા સ્મિત સાથે નજર ચોરવું..
કટાર બની દિલની આરપાર ઉતરવું..
હ્રદયાસને કબ્જો જમાવીને એકાધિકાર ભોઞવવો..
તું આસપાસ હોવાનો એ અહસાસ..
રક્તનું વહેતી સરિતા બની ધસમસવું
હ્રદય નું તોફાન સાગરની ભરતીની યાદ અપાવતું..
તારા સ્પર્શના કામણથી બચવા સતત
હવાતિયાં મારતું..
તારી વશીકરણ સી અદામાં મોહાંધ બનવું..
નજરું થી તું દૂર થાતો ત્યારે...
તને મળવા ઝંખતું..
આમ તારા સંગ સતત રહેવાનું ગમતું
તારા કામણગારા રૂપના આશક..
કામણથી તારા કાન્હા કોણ..
અહીં બચતું?
હર જન્મે દિવાની તારી ..
તારા નામને હ્રદયમાં કોતરાવી ..જીવવું..
કાજલની અભિલાષા..
તારા હોઠો પર વાંસળી બની ને..
રહેવું છે ..
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૧/૧૦/૧૭
No comments:
Post a Comment