કોઈ બેરું બેઠો છે આ લીમડાના ઝાડ નીચે,
એક દેરું બેઠો છે આ લીમડાના ઝાડ નીચે.
કોઈ દિન સમજાય તો પ્હેલા કહેજે તું મને એ,
મૌન ઘેરું બેઠો છે આ લીમડાના ઝાડ નીચે.
ઉંચકો તો આંગળીથી ઉંચકી એને શકાય,
પ્હાડ મેરુ બેઠો છે આ લીમડાના ઝાડ નીચે.
માણસોથી માણસો પણ દૂર છે, મનથી છે મન પણ,
એજ નેરું બેઠો છે આ લીમડાના ઝાડ નીચે.
લાખ દુશ્મન હોય તો ઓછા પડે "જયલા" તને એ,
સાથ ભેરુ બેઠો છે આ લીમડાના ઝાડ નીચે.
@જયલા
No comments:
Post a Comment