થઇ ગયો આ પથ્થર અઘરો જો ,
સીડીએ ઘસાયો ને ઇશ્વર પણ થયો જો.
બદલાય કિસ્મત પળમાં જો
ક્યારેક ચરણમાં તો ક્યારેક ચરણે પડાવે જો.
ઠોકરાયો છે આમ તો પળે પળે જો
પણ ટંકાયો જ્યાં અનમોલ થઇ પડ્યો જો.
હૈયે હૈયું હવે પ્રાર્થે કેવું જો
શબ્દે શબ્દ ટકરાઈ વિખરાયા જો.
ધડકતા માણસે એક પથ્થર મેલ્યો જો
સાંભળે બોલે કયારેય નહિ જો.
પથ્થર ઈશ્વર બને પૂજાય જો
પણ આ માણસ બને પથ્થર "નીલ "
કંડાર્યા વિના નો બસ! ચારેકોર અફળાય જો.
રચના: નિલેશ બગથરિયા
"નીલ "
Thursday, 12 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment