ખબર એક ઉડી, કરે છે જમાવટ.
ફરીથી સજાવો ખુદાની અદાલત.
સમયના અભાવે સમજફેર થાશે
નજરમાં ભળી જાય જ્યારે અદાવત.
ફરજ છે નિભાવી પરંતુ હવે તો,
કરી લો કસોટી અમારી એ બાબત.
ચડી છે ઘણી લાગણીઓ ઉધારી,
કરી ગ્યા તમે તો ગણી ને જ આદત.
છબી તો તમારી નજરમાં ભરી છે,
ઝલક એક બીજી મળી એમ જામત.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૧/૧૦/૧૭
No comments:
Post a Comment