*એ રામ રામ...* 🙏
શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.
જો જનક જેવા આવીને હળ હાંકે,
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે.
હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા,
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.
છે કાલિદાસ ને ભોજના ખંડેરો,
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે.
સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની,
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.
*કવિ દાદ* 🙏
👶 🙏 ☕
No comments:
Post a Comment