Saturday, 4 November 2017

ગઝલ

પીઠ પર

કેટલા  ઊંડા  પડ્યા  છે  ચાસ પીઠ પર!
થોરને  કોણે  ઉગાડ્યા  ખાસ  પીઠ પર?

કોઈ   સાંભળનાર   ક્યાં  છે   મેદનીમાં?
કોણ આવી ભાષ્ય દે છે વ્યાસપીઠ પર?

બંધ   પડવા   લાગતાં   મારું   હૃદય, હું
ચાલવા  માંડયો  લઈને  શ્વાસ પીઠ પર!

પોટલાંઓ     કામનાના     કામ     સાથે
પીઠ   પર  છે! કેટલો છે ત્રાસ  પીઠ પર!

જાતને   જોઈ   રહ્યો    છું    આયનામાં
ને  હરિ  હોવા  તણો આભાસ પીઠ પર!

- હરિ શુક્લ
  ૦૨-૧૧-૨૦૧૭

No comments:

Post a Comment