##મળે ના મળે##
તું મને પાછી મળે ના મળે,
જિંદગી આવી મળે ના મળે.
ચાલવું તો છે અમારે ઘણું,
રાહમાં સાથી મળે ના મળે.
આજ પીવા જામ બેત્રણ હજી,
જામ પણ ખાલી મળે ના મળે.
ખોલ તાળું પ્રેમના ઘર તણું,
પાછી આ ચાવી મળે ના મળે.
આજ મારે લૂંટવો છે પ્રેમને,
તક પછી પાછી મળે ના મળે.
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment