💥 દિવાળી 💥
ઝગમગે છે
શગ શગ દીવડાં
આવી દિવાળી
સાફ કરવા
ઊર તણો કચરો
આવી દિવાળી
હરખે હૈયું
મન મોરલો નાચે
આવી દિવાળી
પ્રેમજ્યોતથી
દિપ પ્રગટાવજો
આવી દિવાળી
મળજો સ્નેહે
ત્યજો વેરઝેરને
આવી દિવાળી
આનંદો મિત્રો
સ્વજનો સથવારે
આવી દિવાળી
અંતરાનંદે
પાઠવું હું શુભેચ્છા
આવી દિવાળી.
વષૉ પાઠક.
No comments:
Post a Comment