Wednesday, 18 October 2017

ગઝલ

લાખ ચાહો તે છતાં ક્યાં  ધાર્યું તો કંઈ થાય છે ?
જે બદલવા જેવું છે તે પણ તો ક્યાં બદલાય છે ?

ભર બપોરે જેનું કદ તો સાવ નાનું થાય છે,
સાંજે એ પડછાયા સૌના કેવા જો, લંબાય છે !

ધ્યાન જેનું તો નથી હોતું  બરાબર લક્ષ્ય પર,
ક્યાં કદી એનાથી કોઈ લક્ષ્ય તો વીંધાય છે !

ના જશોદા તો ખરેખર એમને બાંધે છે, પણ
કૃષ્ણ જાતે સામે ચાલીને સદા બંધાય છે !

સાચવીને રાખજો આ દિલને તો એ કારણે,
તૂટે છે જો એક વેળા, ના ફરી સંધાય છે !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment