Wednesday, 18 October 2017

ગઝલ

કદી જળ ભરેલા કિનારે મળ્યા,
કદી આંસુઓના સહારે મળ્યા .

વ્યથાના અમારી આ કિસ્સા બધા
જુવો સામસામે, મઝારે મળ્યા.

વસંતો જેને શોધે વન વન ભલા
ફૂલો એ  બધા જો બઝારે મળ્યા .

મને છેતરી ગ્યા આ શબ્દો બધા
તમે સામે જયારે સવારે  મળ્યા.

કબર બંદગીમા મે માગી ખૂદા
મને શ્વાસ કોના ઈશારે મળ્યા.

ન મંદિર ન મસ્જિદ ન શ્રી ને સવા
તમે પણ ગજબ, ઓમકારે મળ્યા...

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment