કૈંક કારણ હતું વનિતાને
હાથમાં લઈ ફરી તે ગીતાને
પ્રશ્ન સત્સંગમાં જનક કરશે
ખોદી કાઢું હું કેમ સીતાને ?
આઠમી વાર છોકરી જન્મી
તોય આશા હજી સવિતાને
માથું પટકે છે એ કિનારા પર
શોધે છે દરિયો હજી સરિતાને
એ ક્ષણેક્ષણ મરી ને જીવી
કોઈ ઉણપ નથી મુદીતાને !
બ્હાર-ભીતર બધું ય ફિક્કું છે
તાપ સૂકવી રહ્યો હરિતાને !
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment