*અહીંની હું નિવાસી છું*
ડર રહે છે, આજ કોઈ તો વિલાસી છે,
ભીડમાં મેં જોયું, સૌની આંખ ત્રાંસી છે.
આજ પૂછ્યું, કોઈની આંખો તપાસીને,
આંખમાં કાં’ , એકખૂણામાં ઉદાસી છે?.
ઝાંઝવાની વાત છોડીને હવે નવુ લાવો,
ઝાંઝવા પાછળ ભટકવું, વાત વાસી છે.
પાનખરમાં શક્યતા છે, ખીલશે અહીં ફૂલ,
ખીલશે, કારણ એ પાગલ પ્રેમ પ્યાસી છે.
‘તૃપ્ત’ માફક આવશે, તું આશ છોડે ના!,
કેમ નાં’ આવે? અહીની હું નિવાસી છું.
--------તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’
No comments:
Post a Comment