એક નઝર પાછળ પણ કરી છે
વધવા આગળ એક કેડી કરી છે.
વહી ગયેલું પાછું મળે ના જાણું
પણ થયેલી ચૂક પર દૃષ્ટિ કરી છે.
સુધારવું ઘણું બાકી જીવતરે છે
ને માટે વર્તમાને ભૂતકાળ પર પગલી કરી છે.
વાંસી સાંકળ નીકળી શકાય ના આગળ
પાછળ ભીંતો ઘણી નબળી કરી છે.
ચણતર કરવું હવે મજબૂત જાણી ગયો
માટે પાયેથી ફરી ઇમારત ઉભી કરી છે.
પુસ્તક આ જિંદગીનું થઇ જાય પૂરું "નીલ"
એ પહેલા જર્જરિત પાનાની થોડી હકીકત છતી કરી છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 10 October 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment