જેમના ચરણ મહીં રોજ આગ હોય છે,
રાહ એમની ભલા રોજ બાગ હોય છે.
સૌ મથે છે ઉજળું કરવાને રાત દિ' છતા,
જીવતરના વસ્ત્રમાં ક્યાંક દાગ હોય છે.
તુ ભલે મને ન બોલાવે સુખને દા'ડે પણ,
મિત્ર છું હું, આંસુમા મારો ભાગ હોય છે.
ધુળ પડી એ ભણતરે જે ન શીખવે
એટલું,
માને બાપના ચરણમા પ્રયાગ હોય છે.
એને મન શું ગીત, સંગીતની સુરાવલી,
માત્ર ભુખ એ જેમનો પ્રિય રાગ હોય છે.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment