કહે હરિ : તરહી ગઝલ
છું ઝરણ તોયે વહેવાનું નથી!
આંખથી આંસું ટપકવાનું નથી!
દુઃખ આવ્યાં ને સહી લીધાં, હવે
સુખને મારે સહેવાનું નથી!
કેટલું પાણી ભર્યું દરિયા મહીં
તોય મ્હોંએ માંડી પીવાનું નથી!
ગાઇ લઉં હું મ્હેફિલે મારી ગઝલ
કોઈ જોકે દાદ દેવાનું નથી!
નામમાં શું? નામ તો છે નામનું!
નામ મારે ક્યાંય કરવાનું નથી!
મારું ઘર છે માનીને આવી ગયો!
પણ અહીં કાયમ રહેવાનું નથી!
હાથ જોડ્યા ને નમાવ્યું મસ્તકે!
કહે હરિ, વરદાન દેવાનું નથી?
- હરિ શુક્લ
# તરહી રદીફ કાફિયા : કવિશ્રી ભરત ભટ્ટ
No comments:
Post a Comment