Tuesday, 7 November 2017

સોનેટ

*સોનેટ કાવ્ય*
*છંદ : અનુષ્ટુપ*

મથુરા જેલમાં જન્મ્યાં ગોકુળ ગામ જે રહ્યાં,
માતાજી દેવકી જેની પાલક માં યશોમતી,

આઠમાં અવતાર જે માનવ રૂપ બાળનાં,
ઘાત જે કંસ મામાનાં ભાઈ જે બલરામનાં,

ગોપી સંગ રાસે રમે રાધિકા પ્રિય જેમને,
સખાની ટોળકી સંગે ગૌધન વન ચારતાં,

માખણ પ્રિય જેઓને બંસરી હાથ શોભતી,
પૂતનાને હણે છે જે સુદામાનાં સખા રહે,

મત્સ્ય કૂર્મ વરાહ ત્થા નૃસિંહ વામના રુપે,
પરશુરામ રામ ત્થા વિષ્ણુનો અવતાર છે,

મહાભારત યુદ્ધમાં પાર્થનાં થઈ સારથી,
સત્ય મારગ ચીંધતા સત્યનાં પડખે રહી,

કહ્યું અર્જુનને કૃષ્ણે જયારે અધર્મ આવશે,
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.*

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment