Saturday, 4 November 2017

અછાંદસ

હોય નજીકના ને
કારણ આંસુનું બને.
માનીએ જેને ઇશ્વર ને
મંદિરે મંદિરે તે પથ્થર બને.
માન્યા જેને રસ્તા કદી ને
ન જાણે કેમ એ અડચણ બને?
મધદરીયે સમજી શકાય ને
છતાં નાવ કિનારે ડૂબે એવુંય બને.
ગાડા નીચે કૂતરું ચાલે ને
છતાં ભારથી દબાય એવુંય બને.
હું કરુ છું એમ લાગ્યા કરે "નીલ " ને
આ હું કયાંય ગોત્યો ન જડે એવું તો રોજે બને.

    રચના:નિલેશ બગથરિયા
               "નીલ "

No comments:

Post a Comment