..
સવારને ખુશનુમા કરી દીધી...!!
વાતાવરણને વરસાદની ઋતુમાં,
તે થૈ થૈ નાચતું કરી દીધું...
ચાહતને આગ લગાડી ફરી,
તેને પ્રજ્વલિત કરી દીધી..
ઈશ્વરને સમર્પિત પ્રેમમાં..,
ચાહતને સ્મરણનું આલિગંન આપ્યું....!!
પ્રણયને શ્રુંગાર રસમાં ઝબોળી,
પાંપણની પેલે પાર મન નિરખ્યા કરે..
ઔલકીક રસથી તરબોળ છે મન....
પણ તું ક્યાં સમજે આ આંનદ...?
સાત સાત સમુંદરના આસું ઉલેચ્યા.....
તો પણ વ્રજઘાત ના થયો ?
પ્રેમની પરાકાષ્ઠા આભને પહોંચી..
તારા ઇચ્છાના દરિયામાં ડૂબકી મારી,
અતૃપ્ત તારું મન શાંત કરવા,
ફરી વાદળોમાં જળ ભરી....
અશ્રુનો અભિષેક કર્યો બસ...!!
તારી જ મહેચ્છાઓ તુપ્ત કરવા.
પ્રવેશ કરી વેદનાના મહાસાગરમાં.
સોનાના સાંકળથી લાગણીઓને બાંધી,
બસ તારા જ આત્મમાં પવેશી..
તને બાહ્ય રીતે મુક્ત કરું છું....
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment