Saturday, 4 November 2017

ગઝલ

એ  સમય  મેં  કેટલી  તકલીફ  આ ઝેલી હતી,
એક  છૂરી  આપણાએ   પીઠમાં   ઠેલી   હતી.

છે  નજર  સામે  જ તારી ચાલ એકે એક આ,
તે  વિચારીને  રમત  પણ  આંધળી ખેલી હતી.

માત્ર  રાખે  છે  શરીરો  સાફ  આજે  માણસો,
મન  મહી  છે  જે  મુરાદો,  કેટલી  મેલી  હતી.

જોત  જોતામાં  બધીએ  જિંદગી  વીતી  ગઈ,
એક   ટેકો   લાકડીનો,   હાથમાં   થેલી   હતી.

હું  ભડકતો  ને  સળગતો જીવતો કાયમ રહ્યો,
હાથમાં  મારા  જ  મારી  લાશની  સેલી  હતી.

આ  ધરા  પર  આવતાની  સાથમાં રોતા રહ્યા,
આમ   જીવ્યા   કે   ઠરેલા  સંતની  રેલી  હતી.

આ  ભરેલા  ઘર  વિશેની  વાત  તમને શું કરું?
કેટલી "જયલા"  તમારી  શોભતી   ડેલી  હતી.

@ જયલા @
તા. ૨૯-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment