બાલદિનની શુભેચ્છાઓ સાથે એક ગઝલ...
આ સ્મિત તમારી આંખોનું દત્તકમાં લીધેલું બાળક છે
આ હોઠ ઉપરની રેખાઓ વિસ્મયમાં ડૂબેલું બાળક છે
બાળક છે તમારા શબ્દો આ ભાષા તો નમેલું બાળક છે
છે આપનો આ વ્યવહાર પ્રથમ દ્રષ્ટિએ ગમેલું બાળક છે
આ ક્રોધ જે છઠ્ઠો શત્રુ છે, શાસ્ત્રોમાં કહેલું છે એવું
એ આવે તમારા ચહેરા પર તો તાવ ભરેલું બાળક છે
એથી જ જગતની સુંદરતાઓ ખોઇ છે વારંવાર અહીં
મારી આ નજરમાં સુંદરતા કાદવમાં પડેલું બાળક છે
સંપૂર્ણ જગતની શુદ્ધિઓ છે માત્ર તમારી નજરોમાં
હું તો કહું છું કે નિર્મળતા છાતીએ ચડેલું બાળક છે
- સ્નેહલ જોષી
No comments:
Post a Comment