Sunday, 19 November 2017

અછાંદસ

🍀🍀 શિશુ 🍀🍀

ગ્રહે છે મને તારા સુકોમળ બાહુપાશમાં,
જકડે છે મને તારા નૈનગમ્ય નૈન,
ખસુ છું દૂર તુજથી ,ફરી ફરી મને
પુકારે છે તારા પુલકિત અધરો, 
આભનાં અગાધ ઊંડાણોને નિરખતાં,
તુજ ચપળ શા નૈન, કરે છે મુજને  
સકલ બંદીવાન.
તસુ તસુની તુજ પગલીઓ ખૂંદશે
એક દિન સકલ આ ભોમ.
બનજે એકદિન તું માતૃભૂમિ કાજે,
ગાંધી.. શાસ્ત્રી.. અને જવાહર..
ઓ..પ્યારા જવાહીર !!!
કોડ હૈયે આસમાને ઊડવું,
તે છતાં વસુધા ઉપર ઊભા છીએ.

    શીલા મહેતા ( શબ્દ શિલ્પી  )

No comments:

Post a Comment