ટિકાનાં ટાંકણે ઘડાઈ છું,
ફિઝાના નામથી છવાઈ છું.
બધાં રસ્તા હતાં નર્યા કંકર,
પગે કાંટા ધરી ઘવાઈ છું.
દવા દે કાં દુવા મને તારી,
દરદનાં ખલ મહીં લઢાઈ છું.
અમાસી કોઈ કે ફરક શું હેં!
શરદ પૂનમની હું વધાઈ છું.
ચમનમાં હોય લાખ ફૂલો પણ,
"ફિઝા"માં સૌથી હું સવાઈ છું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment