એક પરપોટા ગઝલ : વિજય રાજ્યગુરુ
તળિયે રહે તો દાબ એનાથી સહન ક્યાં થાય છે ?
ઊંચે જવું પણ બુદબુદાને ક્યાં કહો પોસાય છે ?
ક્યાં કૈં જ બોલાતું હતું જો બંધ પરપોટે હતી ?
તોડે હવા દીવાલ,આછી ચીસ ત્યાં ઢોળાય છે !
એ વાયરો છે ,એટલે ક્યારેય બેસી ના શકે,
કે ના હવાની જેમ પરપોટે કદી પુરાય છે !
આ માણસોનાં સ્વપ્ન પરપોટા સમા છે એટલે-
આંખો ઉઘાડો કે તરત ફૂટીને વિલોપાય છે !
સૌને ખબર છે જિંદગી છે એક પરપોટા સમી,
તેથી નયનમાં કલ્પનાઓ શાશ્વતી સર્જાય છે !
07072016
No comments:
Post a Comment