Saturday, 4 November 2017

ગઝલ

...એમ નથી

શબ્દમાં  કંઇ  સમાય  એમ  નથી,
મૌન   ઝાઝું   ખમાય   એમ  નથી.

હોઉં અહીંયા  તો  કેમ  ત્યાં આવું,
એકમાં   બે   થવાય   એમ   નથી.

આવજે    કલ્પનાની     સરહદમાં,
ક્યાંય  બીજે   મળાય  એમ  નથી.

આવ ભીતરથી બહાર તો મળીએ,
હાથ   લાંબો   કરાય   એમ   નથી.

મેં  અહીં,  ત્યાં  કર્યો  તેં  પ્રેમ  મને,
કાંઇ  બીજું  તો  થાય   એમ  નથી.

કઇ   રીતે    ભૂલવી   તને   કવિતા,
શ્વાસ   છોડી   શકાય   એમ  નથી.

           હરજીવન દાફડા

No comments:

Post a Comment