Saturday, 4 November 2017

અછાંદસ

ચુપકીદી
=========

સાંજ પડતાં ચકો આવ્યો
ચોખાનો દાણો લાવ્યો
ચકી આવી
મગદાળ લાવી
ખીચડી બને એ પ્હેલાં
ચોખાનો દાણો અને મગદાળ
ઝઘડી પડયાં
આમ છતાં
ચકાએ ચોખાના દાણાને કંઈ ના કહયું
આ જોઈ
ચકીએ પણ મગદાળને કંઈ ના કહયું
ઝઘડો વધતો ચાલ્યો
એમ
ચકા-ચકીના માળામાંથી
વધતી વેલની
ધીમે ધીમે ખીલતી
કળી ફુલ બની બધે
મ્હેંક પ્રસરાવી રહી છે
નાક બધાં ફેરવી લે છે
પણ
કોઈ આ ફુલ તોડતું નથી
ચકો ચકી કોઈને કશું કહેતાં નથી
કોઈ ચકા-ચકીને કશું કહેતું નથી
વધતી વેલ પર ચડેલી
અંદર અંદરથી કોરી ખાતી આ ઉધઈ
માળાના સુકા તણખલાને.....
હિતેન્દ્ર હિતકર - ચાંદખેડા

No comments:

Post a Comment