Saturday, 4 November 2017

અછાંદસ

બંધ દ્વારે અટકળ
વાયરે વહેતી થાય.
વધે લોક મુખે આગે
વાત વટવૃક્ષ થાય.
જાણે ના મૂળ કોઈ
ને વૃક્ષ ફળતુ થાય.
નવસર્જન થસે ના
બી વિષૈલુ આ થાય.
કુથલી કાયમ નડે
વાતનું વતેસર થાય.
જુઓ "નીલ " ને જાણો
વાત વિધીસર થાય.
   
     રચના:નિલેશ બગથરિયા
                    "નીલ "

No comments:

Post a Comment