Saturday, 4 November 2017

અછાંદસ

જિંદગી એક અનુભવ , ક્યારે મીઠાશ તો ક્યારેક કડવો ઘૂંટડો પાવે
રસ્તો સીધો , વાંકો ચૂકો આવે
વિચારો નો માર થાય ન પ્રશ્ન નો હલ થાય સમય એવો પણ આવે !
જીવવા કાજ સૌને પ્રેમ ની જરુર પડે !
પ્રેમ જિંદગી છે , પ્રેમ રોગને દૂર કરે
લાગણી સમજો , મનુષ્ય નહિ !
ખૂબ જ ભીતરથી જૂઓ
શ્મશાન જૂઓ
રાખ નજરમાં રાખો
પ્રભુને દિલમાં રાખો
નાના _ મોટા સમજો
શીખો , શીખવો હિમ્મત આપો ,
આંસુઓ લૂછો . છાયો બનો
જીવન સમજાશે તો જીવાશે .
હાર મળે , મળે ક્યારેક જીત
વિચારો સૌનુ હિત
અંશ પણ શીખે જીવતા , શીખવાડજો
અનુભવી હાથ પકડી ,આ જિંદગી કિંમતી છે

અંશ ખીંમતવી

No comments:

Post a Comment