Saturday, 4 November 2017

ગઝલ

એમ હાથેથી સરી જાય રેખાઓ
કોઈ સ્પર્શેને  ખરી જાય રેખાઓ.

આ તરસ દરિયો થઈ ઘૂઘવે આંખે ને,
હાથમાં રણ કોતરી જાય રેખાઓ.

બર્ફના પંખી અમે પીગળી જઈએ,
સ્પર્શના ટ્હુંકા ભરી જાય રેખાઓ.

'સાવ મારા છો તમે' એમ બોલીને,
આંખ સામે કો' ધરી જાય રેખાઓ.

રોજ એમાંથી ઝરણ સ્નેહનુ પ્રગટે,
જો હથેળીમાં ઠરી જાય રેખાઓ.

હસ્તિ મારી મ્હેંકે લોબાન થઈને જો,
ટેરવે અક્ષર કરી જાય રેખાઓ.

આ તિમિરના પ્હાડ મનથી ખસે નિશેષ,
દ્વારે જોપાછી ફરી જાય રેખાઓ...

શૈલેષ પંડ્યા.... નિશેષ..

No comments:

Post a Comment