સમય રેત ...
મદભરી નવયૌવનાની કમરેથી
જેમ કંદોરો સરી રહે ..
એમ
કાચની બોટલની પાતળી દાંડીમાંથી
રેત સરી રહી છે...
સમયને વહાવતી .. સમયને સાચવતી ..
હું
મનના ઉઠતા તરંગો ને રેત સંગ
રમતા મુકું તો...
તરંગો રેત સંગ સરી રહે ..
સરતી રેતને હાથથી ઝાલું ...
સમયને પકડવા ...ચાહવા ..મમળાવવા ...
મુઠ્ઠીમાં બંધ રેત ને ઉડાડું ..તો
સમય ઉડી નહિ જાય ?
ચસોચસ મુઠ્ઠીમાં પકડેલી રેત તો સરી રહી છે
હું મુઠ્ઠીની રેતને હવાચુસ્ત બોટલમાં ભરી
ઢાંકણું ચસોચસ ...ફીટોફીટ ... બંધ કરી દઉં છું
મારા કબજામાં ...હું ...અને સમય ....
અસ્મિતા. Suchno aavkaarya
No comments:
Post a Comment