Saturday, 4 November 2017

ગીત

પ્રાસંગિક રચના, કવિતાનો દાવો નથી, સંવેદનાની શાબ્દિક અભિવ્યક્તિનો પ્રયાસ છે.

"ચૂંટણીની વસંત"
***************

લે, હેમંતે ચૂંટણીની વસંત ક્હોળી!.....
ચાલને રમીએ હોળી હોળી,
ખોટે ખોટો કાદવ ઉડાડીને...
એકબીજાને નાંખીએ રોળી.!

આમતો આપણે એકજ નાતના.....
છતાંયે તું પટેલ ને હું છું કોળી,
નાત-કોમની ભૂંડી ખાઈને...
કરી નાંખીએ ઊંડી પહોળી.

કેવો એખલાસ છે જનતામાં....
મંદિર-મસ્જિદના ભેદ કરાવી,
ભરી ઝેર નાંખીએ એને રગદોળી.

ખાઈએ આપણે માલપુવા
મીઠાઈ....
પ્રજાને પીરસીએ ખીચડી મોળી,
વરસોથી ભૂખડી આ જનતાને....
જમાડીએ વચનોની પૂરણપોળી.!

છાંટો ભાષણમાં મરી મસાલા.....
શાને પીરસવી ખીચડી મોળી,
ગોખીને લખાણ સેક્રેટરી નું......
વદિએ ભાષણ મધમાં બોળી.!

મત લૂંટીશુ બહુ સહેલાઇથી.....
આ જનતા છે બિલકુલ ભોળી,
તેમ છતાં ન મેળ ખાય તો.....
બે-ચાર માથા નાંખીએ રોળી.

કાલે તો તું ચેરમેન ને હું મુખ્ય પ્રધાન.....
અંતે તો આપણી એકજ ટોળી,
ભોળી આ જનતાને રમાડીએ.....
પાંચ વરસ લગ ટીંગા ટોળી.!

આંધળા પાટાની રમત રમાડીએ......
એની આંખે બાંધીએ પટ્ટી પહોળી,
ધોળા દિવસે દેખાડીએ તારા.....
સપના એનાં નાંખીએ રોળી.

મચ્છર જેવી પામર જનતાને.....
ચપટીમાં નાંખીશું આપણે ચોળી ,
ભિખારી બનાવી ભીખ મંગાવો......
ખંભે એને દઈ દ્યો ને ઝોળી...!
---------------------------
ક્યાં સુધી રહીશું ઘેટાં બકરા.....?
ક્યાં લઈ જશે આ નેતા દોરી?,
લુટારા વિદેશી તો ઠીક મારા ભાઈ,
માહ્યલા છે આ ગઝની - ઘોરી.

બહુ સહ્યું, બસ, નથી સહેવું હવે.....
કરવો છેહિસાબ તોળી તોળી,
ઉઠ હે અર્જુન, બંધુક ઉઠાવ.....
તાક નિશાન ને છોડ તું ગોળી.
----------આઈ. ડી. વ્યાસ
રાજકોટ.

No comments:

Post a Comment