મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
હું રહેવાસી પત્થરનો,
ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.
રમતાં પહેલાં ચાલ તને હું,
આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું,
દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું.
વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
– કૃષ્ણ દવે
No comments:
Post a Comment