પ્રેમમાં થોડા પુજારી જોઈએ?
પ્રેમ કરવા તો ખુમારી જોઈએ.
આપણી વચ્ચે ગળાડુબ પ્રેમ છે,
તો ઈગો બંને ઉતારી જોઈએ.
પ્રેમ કરવામાં રહી થોડી કચાશ?
જિંદગી પાછી મઠારી જોઈએ.
ભૂલ સાથે પ્રેમને અપનાવવા,
સાવ ખુલ્લી દિલની બારી જોઈએ.
વાત મારા દિલની કરવી છે પ્રશાંત,
જિંદગી સાથે ગુજારી જોઈએ.?
...પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment