વળી ગયા છો ભલે પાછા
પડશુ ખરા અમે એક દી' સાચા.
હતી તો ખરા અમારી પાસે વાચા
પણ તે દી' કાન પડ્યા'તા તમારા કાચા.
બની શકે સફાઈના સાધનો પડ્યા'તા ટાંચા
ને તમેય આપી'તી વાંધાને વજનદાર વાચા.
સીધી રાહે ચાલતા'તા લગભગ સાચા
તોય તમે ગોતી લાવ્યા ક્યાંથી આટલા ખાંચા.
ગોતશો તો હજીયે મળી જાસે પૂરાવા સાચા
થાય જીવતર પુરુ "નીલ " એ પહેલાં આપજો એને વાચા.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment