Saturday, 4 November 2017

ગઝલ

*કાગળ*

યાદોની શાહી ઢોળી કાગળ પર
વ્યથાઓ ઉતરી ભોળી કાગળ પર.

આંખોમાં પાણી આવ્યા, છુપાવ્યા
શમણાંની વાતો તોળી કાગળ પર.

વરસોના હિસાબો ગણ્યા વેઢે,
ઉજવી દિવાળી હોળી કાગળ પર.

ખાલીપો અંતરનો કોને કેવો?
લ્યો મુલાકાતો ખોળી કાગળ પર.

પીડાતા મનને સંભાળી રાખ્યું,
આપી તેને પણ ગોળી કાગળ પર.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૨/૧૧/૧૭

No comments:

Post a Comment