જયારે તારી કમ્મર મટકે,
સદાચાર સૌ પંખે લટકે,
વૈરાગીનાં પંથે જાતો,
ઓલો બાવો મારગ ભટકે,
મોતી દાણા ઉડતાં લાગે,
જયારે ભીની ઝુલ્ફો ઝટકે,
હું જો તારી સામે જોઉં,
પાડોશીની આંખે ખટકે,
વાતો કરવા ટ્રાય કરું તો,
ભાઈની ગાળો કટકે કટકે,
મમ્મી તારી પઠ્ઠા જેવી,
જોતાં મારા હાંજા ફટકે,
ઈઝહાર-એ-ઈશ્ક કરું કેમ?
ઉભે પૂછડે હિમ્મત સટકે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
No comments:
Post a Comment