આંખનાં આંસુ લૂછ્યા હતા યાદ છે ?
એ દિને હાલ પૂછ્યા હતા યાદ છે ?
આજ પણ લાલી તો ઊતરી એ નથી ,
હોઠ મે કેવા ચૂમ્યા હતા યાદ છે ?
રોજ ચાલી જતા કેટલા દૂર નહિ !
ને પછી ઇશને પૂજ્યા હતા યાદ છે ?
કંઈ કારણ તે ખાસ નહોતું તે છતાં ,
એક બીજાથી રૂઠ્યા હતા યાદ છે?
અંશને ક્યારે જઈ પૂછજો હાલ ઓ !
પ્રેમમાં તમને પૂજ્યા હતા યાદ છે ?
અંશ ખીંમતવી
No comments:
Post a Comment