*જીવન*
આજકાલ
આ જીવનમાં
ખબર જ નથી પડતી ને!
શું થઈ રહ્યું છે?
બધું જ
જીવાઇ રહ્યું છે
કે જીરવાઇ.?
જીવન ગૂંથાઇ રહ્યું છે
કે ગૂંચવાઇ.
સમજાતું નથી,
સ્વાર્થી થઈ
રહેલા સંબંધોમાં
હવે સરળતા શોધવી
ક્યાં...?
આ સહજતા છે
વ્યક્ત થવાની
એકબીજા આગળ
એ ગઈ ક્યાં.. ?
-મનન
No comments:
Post a Comment