Saturday, 4 November 2017

અછાંદસ

== એસ્કેલેટરનું પગથિયું ==

બે ઘડી નતમસ્તક જોઈ રહ્યો.
છે તો પગથિયું જ,
ને ઉપર લઇ જાય એમ છે,
એટલી ખાતરી જ્યાં થઇ
મેં જૂતા સમેત પગ એના પર મૂક્યો.
ને સહેજ પણ ઉહ્કારા વગર,
મારો આખો ભાર ઊચકીને
એ પગથિયું
ઉપર તરફ ગતિ કરવા માંડ્યું.
વાહ,
કેટલો આસાનીથી હું ઉપર આવી ગયો!
હા,
હું ઉપર આવી ગયો ને
પગથિયું પાછું વળી ગયું!
ઓહ! પગથિયું પાછું વળી ગયું?
એતો પાછું પોતાના સ્થાને ગોઠવાઈ ગયું છે!
અરે, અહીંથી, ઉપરથી.
તેને મારી કૃતજ્ઞતા કેવી રીતે બતાવું?
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment