કાળજુ કેમ આમ કોરાતું હશે?
નક્કી અંદર કંઈક મોરાતું હશે.
એણે સધળુ હ્દય ખોલ્યું પછી
મોતી દલનું આમ પોરાતું હશે?
એણે પ્રેમથી બાગને પુછી લીધું,
બધે કંઈ આ અત્તર વેરાતું હશે?
જીવન વિશે મેતો ઝાડને પુછ્યું,
આ આયખું આમ વેચાતું હશે?
પ્રેમ શબદ બંદગી ઈશની 'પાર્થ'
ક્ષુલ્લક ભાવે હ્દય દોરાતું હશે?
🌻🌞પાર્થ ખાચર🌞🌻
No comments:
Post a Comment