Saturday, 4 November 2017

અછાંદસ

બંધ દરવાજા નીહાળી પાછું ફરી શકાય ના
ટકોરની આશ ઠગારી નીવડશે માની શકાય ના.
ઉબડખાબડ, કંટક, પથ્થર હોય શકે છે રસ્તે
ઉપાડ્યું છે કદમ તો પાછું ઠેલી શકાય ના.
આરંભાય કોઈ કામ હોંશેહોંશે
પછી કાલ કરીશું વિચારી શકાય ના.
રહેવાને સમયસર મન મક્કમ જોઇએ
આમ ખાલી કાંડે ઘડિયાળ બાંધી નીકળી શકાય ના.
પ્રીત ખાંડાની ધાર-જાણ્યા પછી
ખમવાની તૈયારી વિના આ ખેલ ખેલી શકાય ના.
વાવી શકો તો ઉત્તમ છે આ લાગણીના સંબંધો
બાકી આ જીવતરનુ ખેતર"નીલ " અમથે અમથું ખેડી શકાય ના.

રચના:નિલેશ બગથરિયા
             "નીલ "

No comments:

Post a Comment