Saturday, 4 November 2017

અછાંદસ

*સરનામું*

ખટરાગ ને
ખટપટોથી ભરેલ હતું
આ શહેર,
દિવસ-રાત ધમધમતું
રહેતું,
કોલાહલ ને
ચહલપહલ જાણે
માણસ નામે યંત્ર,
સનસની ખબરોથી
ભરપૂર છાપાઓ,
આધુનિકતાની આડમાં
અકળાઈ  ઉઠેલી  લાગણી.
એવું આ નગર,
જ્યાં સંબંધોનું સરનામું
શોધતા  મળે ખરૂ?

*-મનન*

No comments:

Post a Comment