Sunday, 19 November 2017

અછાંદસ

અમે ને અમારી દોસ્તી.....👭👭👭👭

ભેળા મળીને ભાગ ખાતા અમે , જમવું મારે  ને લેવા જવું મિત્રને  એ જ મિજાજ મિત્રનો .....

પહેલી બેન્ચે બેસીને વાતો કરનારા અમે , બીજાનો નાસ્તો ખાઈ છુપનારા અમે.....

મિત્રના સુખઃદુખ ના સાથી એવા અમે , નાપાસ થયાં પછી હોસલો આપનાર અમે....

વાતોનો ઢગલો ખોલીને બેસનાર અમે , એક એક મિત્રના અનેક તખલ્લુસ રાખનાર અમે.....

યુથ ફેસ્ટિવલમાં જઈને વેસ્ટર્ન ગીત ગાનારા અમે , દિવમાં જઈને દિવાના થનાર અમે.....

સૌથી વધારે સિલ્વર મેડલ મેળવનાર અમે ,દરેક સ્પર્ધા માં નંબર લઈને આવનાર અમે.....

બથૅ ડે માં કેક ખાનારા નહી પણ ચોપડનારા અમે , મિત્રના ફોનમાં સ્પેસ ફુલ કરનારા અમે....

અત્યારે માત્ર્ કોલેજના એ સુવણૅ દિવસો ‌ને વાગોળનાર એવા અમે....
        
       - દવે બ્રિજાલી બી .

No comments:

Post a Comment