છેક તું અંદર સુધી ક્યાં વિસ્તર્યો?
રૂપ તું આ કોનું લઇને અવતર્યો?
કોણ કે છે આપણાં સગપણ જુદા!
હું અષાઢી ઢેલ ને તું ઝરમર્યો.
કાંચનાં વાસણ સરીખું હોય મન,
તું મને તરછોડી પછી કાં કરગર્યો!
મે વસાવ્યું આંખમાં તારું નગર,
સ્વપ્નનો સાગર છલે છે જળભર્યો.
સ્પર્શ ભીનો આજ મનને સાંપડ્યો,
ભર ઉનાળે શ્વાસ મારો થરથર્યો.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment