Sunday, 19 November 2017

અછાંદસ

તૂટેલાં કાગળે અઢી અક્ષર સલામત મળે
હજી આંખના ખૂણે ભીનાશ અકબંધ મળે.
છે ઉગેલું લીલું હૈયે કશુંક દેખાય
બચાવવાને થોડું , સિંચન સ્નેહનું મળે.
દરવાજા બંધ દેખાય ધણા ઉપરથી
એક સાદ કંઠે ખીલેલો ને હૈયે પહોંચતો મળે.
ધૂળધાણી થાય બધું એ પહેલાં
વરસી જાય પળમાં એવી બે ચાર ક્ષણો મળે.
સળગવા સમૂળગો હવે કાળ બેઠો છે
ઠારે એવું સમયસર એક ચોમાસું મળે.
વાત આખીમાં હજી પ્રીત બેશૂમાર છે
આડી શીલા એક હટે ,આ ધાર "નીલ " બેશક ધોધમાર વહે.
     
    રચના:નિલેશ બગથરિયા
                 "નીલ "

No comments:

Post a Comment