*પ્રશંસા*
પ્રશંસા શબ્દ જ કેવો લોભામણો..
કહેવાય છે કે ઈશ્વરનેય પ્યારી..
એક વાહ ..
થોડીક પ્રશંસા..
જીવન મધુર બનાવે.
હા ! સૌને ગમતી..
સરસ,
ખૂબસૂરત,
અરે વાહહ,
કમાલ છે..
કેટલા પ્યારા લાગે આ શબ્દો..
હા!
આ પ્રશંસા ખુશામત રૂપે ન હોવી જોઈએ..
મિત્ર,
કદર રુપે કરેલી સાચી વાહ પ્રોત્સાહન જ આપે.
પણ,
એક વાત કહું...
દોસ્ત
આ વાહ વાહની આદતને લતથી દૂર રહેજે..
વાહ વાહી ને પ્રશંસાની લત માર્ગ ભૂલાવે..
સફળતાના સોપાનમાં બાધારૂપ..
ટીકા ટીપ્પણી સાચા મિત્ર..
રે મનવા, પાછો મૂંઝાયો..?
વાહ..ને આહ..માં જ અટવાયો!
ખુદ ને પિછાણ
સ્થિતપ્રજ્ઞતા કેળવ..
નિજાનંદ.. સાચો..
માર્ગ મંઝિલ એજ.
મનવા તોયે તું મુંઝાયો..?
હજુય ફરક કેમ ન સમજે
ખોટી પ્રસંશા ને
સાચી વાહ માં?
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૧૧/૧૭
No comments:
Post a Comment