*આસું*
આસું આમતો પાણી જેવું પાણી..
સુખમાં ને દુઃખમાં સાથ આપતું
ખાલીપો અંદરનો બહાર લાવતું.
તો..
મનનો ઉભરો અંદર સમાવતુ
આસું ની ભાષા ક્યાં સમજાતી.
એક આંખ રડતી એક હસતી
જન્મતાં રડતું તેજ પાછળ રોતાં મૂકી જાતું.
આસું એક હથિયાર
તો કયારેક નબળાઈનો અહેસાસ
સુખનો ઓડકાર
કે દુઃખની પરાકાષ્ઠા..
અશ્રુ તોરણ..
સજળ નયન..
આંખડી રાતીચોળ..
આંજળ રેલાય..
વદન..
પ્રથમ વરસાદ પછી નવપલ્લવિત ધરા જેવું..
આંખના નીરમાં...
સંસાર ડુબ્યો..
ઋષિ મુનિ ..
જોગી ...ભોગી..
જતિ સતી...
દેવ દાનવ...
સૌ આસુંના નીરમાં અટવાયા,
આસું... આ આસું ..
આવ્યા પ્રિયની યાદ ધસભસતા ..
ઉના લાવા જેવા..
હૈયાને કોતરવા..
કાજલ
કિરણ પિયુષ શાહ
૩0/૧0/૧૭
No comments:
Post a Comment