એક અછાંદસ કાવ્ય
" પ્રતિક્ષા '
બારણે ઊભીને હું રાહ જોઉં છું.
આંગણે વાવેલા વૃક્ષને પાન
ફૂટવાની..
પેલી ચકલીની દાણા ચણવા આવવાની..
જુઈ ને જાસવંતી ના મઘમઘાટની..
આ આંબલિયા પર કોયલને ટહૂકવાની..
સતત ઉનાળાને પીતા ગુલમહોરને ખીલવાની...
એકાદ વાદળની મારા આંગણે વરસવાની...
પણ ..અશક્ય ...!
પણ આવું આગણું.,ને પ્રકૃતિનું સામ્રાજ્ય ફ્લેટમાં ક્યાંથી. ?
બસ ,બની છુ હું બારણા પાસે અહલ્યા..જેવી શીલા..!
રાહ જોઉં છું ચમત્કારની..
એક રામની..!
દીપ્તિ બુચ 4 / 11 / 17
Saturday, 4 November 2017
અછાંદસ
Labels:
દીપ્તિ બૂચ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment