Tuesday, 20 March 2018

અછાંદસ

વિશ્વ ચકલી દિવસ
*ચકલી*
મુઠ્ઠી જેવડી કાયા ધરી,
લાગે ગગનની એ પરી ,
એક નાની નાની ફૂલક્યારી,
ચકલી નામે લાગે પ્યારી પ્યારી,
ચીં ચીં ચીં કરી ઘર શોભાવતી,
અભિન્ન અંગ બની હાજરી પુરાવતી,
પ્રભાતે સુંદર કરતી ચીચયારી,
નીંદરને હોશે હોશે હરનારી,
તણખલે તણખલે નીડ સીંચતી,
કારીગરી અણમોલ તે કરતી,
એક નાની નાની ફૂલક્યારી,
ચકલી નામે લાગે પ્યારી પ્યારી,
મુઠ્ઠી જેવડી કાયા ધરી,
લાગે ગગનની એ પરી.
  -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment